દેશ-વિદેશ
News of Friday, 24th September 2021

વિશ્વ આરોગ્ય સંસ્થાએ આપેલ ગાઈડલાઇનનું પાલન કરે તો દર વર્ષે લાખો લોકોના જીવ બચી શકે છે

નવી દિલ્હી: વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) વાયુ ગુણવત્તાને લઈને નવી ગાઈડલાઇન બનાવી છે. જો ગાઈડલાઇન્સનું પાલન બધા દેશ કરે તો દર વર્ષે લાખો લોકો મોતના શિકાર થાય. તેમનું અકાળે મૃત્યુ ટાળી શકતું હતું. 15 વર્ષથી નવી ગાઈડલાઇન્સની રાહ જોવાઇ રહી હતી. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જો ગાઈડલાઇન્સ પહેલા આવી હોત તો કોરોના કાળમાં લાખો લોકોને બચાવી શકાતા હતાપ્રદૂષણના સૌથી નાના કણ એટલે કે PM 2.5 જેને પાર્ટીકયુલર મેટર કહેવામાં આવે છે. ખૂબ ઘાતક હોય છે. તમારા ફેફસાને ટિશ્યૂ સુધી પ્રવેશ કરી શકે છે. સાથે લોહીની નસોમાં પણ.

તેના કારણે લોકોને દમ, હૃદય સંબંધિત બીમારીઓ અને અન્ય શ્વાસ સંબંધિત બીમારીઓ થઈ શકે છે. નવી ગાઈડલાઇન્સને 15 વર્ષથી અપડેટ કરવામાં આવી નહોતી. નવી ગાઈડલાઇન્સમાં કહેવામાં આવ્યું છે કે PM 2.5ને ઘટાડીને 10 માઇક્રોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટરથી 5 માઇક્રોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટર પર લાવવું પડશે. વર્ષ 2016મા આખી દુનિયામાં 41 લાખથી વધારે અકાળે મૃત્યુ થયા હતા. તેમાં અરધાથી વધારે ખરાબ વાયુ ગુણવત્તા, વાયુ પ્રદૂષણ અને PM 2.5ની માત્રામાં 80 ટકાનો ઘટાડો થશે. દર વર્ષે લગભગ 33 લાખ લોકોને મરતા બચાવી શકાશે. નવી ગાઈડલાઇનમાં એવી વ્યવસ્થાઓ છે જેમાં અલગ અલગ દેશોની સરકારો પોતાના મુજબ કેટલાક પરિવર્તન પણ કરી શકે છે.

(6:08 pm IST)