દેશ-વિદેશ
News of Thursday, 24th September 2020

અમેરિકાની પાકિસ્તાન અણુ ઉર્જા પંચને ગેરકાયદે કોમ્પ્યુટરના સાધનો મોકલનાર પાકિસ્તાનના અમેરિકી નાગરિકની ધરપકડ

નવી દિલ્હી: સત્તાવાર મંજૂરી વિના અમેરિકાથી પાકિસ્તાન અણુ ઉર્જા પંચને હાઇ પરફોર્મન્સ કોમ્પ્યુટર ઇક્વિપમેન્ટ અને સોફ્ટવેર એપ્લિકેશન સોલ્યુશનની નિકાસ કરવા બદલ મૂળ પાકિસ્તાનના અમેરિકી નાગરિકને ઝડપી લેવાયો છે. પાકિસ્તાન સ્થિત બિઝનેસ સિસ્ટમ ઇન્ટરનેશનલ (બીએસઆઇ) પ્રા.લિ., જ્યારે શિકાગોસ્થિત બીએસઆઇ, યુએસએ નામની કંપનીનો માલિક ઓબૈદુલ્લાહ સૈયદ જો ઉપરોક્ત ગેરકાયદે કામ માટે ગુન્હેગાર ઠરશે તો એને મહત્તમ 20 વર્ષની કેદ થઇ શકે. સૈયદ હાલમાં જેલમાં છે.

               સૈયદ સામેની ફરિયાદમાં જણાવાયા અનુસાર એની બે કંપનીઓએ હાઇ પરફોર્મન્સ કોમ્યુટિંગ પ્લેટફોર્મ, સર્વર અને સોફ્ટવેર એપ્લિકેશન સોલ્યુશન પૂરા પાડયા છે.

(6:17 pm IST)