દેશ-વિદેશ
News of Tuesday, 24th September 2019

કોશિશ કરવાનેવાલોં કી હાર નહીં હોતી : હાથ વિનાની બાળકીને પગથી ખાતી જોઇને સોશ્યલ મીડિયા થયું ભાવુક

મોસ્કો, તા. ર૪ : બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ રશિયાની વેસિલિના નોંટઝેન નામની એક બાળકીનો વિડિયો શેર કર્યો હતો એ જોઈને સોશ્યલ મી(ડેયા યુઝર્સ ભાવુક થઈ ગયા. વાત એમ છે કે બે વર્ષની વેસિલિનાને બન્ને હાથ નથી અને છતાં તે બીજાની મદદથી ખાવાને બદલે પગમાં કાંટાચમચી ભરાવીને જાતે ખાવાની કોશિશ કરી રહી છે. શરૂઆતમાં તેના પગમાં ભરવેલું ખાવાનું મોં સુધી પહોંચી શકતું નથી એટલે તે બીજી બે-ત્રણરીતે ચમચી ગોઠવવાની કોશિશ કરે છે અને સરળતાથી પગ દ્વારા કોળિયો મોંમાં મૂકે છે. આ વિડિયોમાં આનંદ મહિન્દ્રા લખે છે, ઙ્કહાલમાં જ મારા પૌત્રને જોયો અને પછી જયારે મેં વોટ્સએપ પર આ પોસ્ટ જોઈ તો મારી આંખમાંથી આંસુ રોકાઈ ન શકયા. જીવનમાં જે પણ અધૂરપો કે પડકારો ભલે હોય, પણ જીવન એ ગિફ્ટ છે. એનો મેકિસમમ લાભ ઉઠાવવાનું આપણી પોતાની પર નિર્ભર કરે છે. આ પ્રકારની તસવીરો મને આશાવાદ ટકાવવામાં મદદ કરે છે. આનંદ મહિન્દ્રા દ્વારા શૈર થયેલી આ હૃદયસ્પર્શી વિડિયો-કિલપને પાંચ લાખથી વધુ વ્યુઝ મળી ચૂકયા છે અને લાખો લોકો આ નાનકડી બાળકીના હાર નહીં માનવાના વલણના વખાણ કરી રહ્યા છે.

(3:33 pm IST)