દેશ-વિદેશ
News of Monday, 24th September 2018

ગાંધીજીઅે ચરખા વિશે લખેલા પત્રના રૂૂ.૪.પ લાખ ઉપજ્યા

બોસ્ટન: ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા કોઈ તિથિ-તારીખ વિના લખવામાં આવેલો એક પત્રની 6358 ડૉલર એટલે કે, 4.5 લાખ રૂપિયામાં હરાજી થઈ છે. ગાંધીજીએ પત્રમાં ચરખાના મહત્વ પર ભાર મૂકયો છે. જાણકારી અમેરિકાના RR ઑક્શને આપી છે. ઑક્શન હાઉસે એક નિવેદનમાં કહ્યું કે, પત્ર ગુજરાતી ભાષામાં લખેલો છે અને યશવંત પ્રસાદ નામના વ્યક્તિને સંબોધિત છે.

ગાંધીજીએ પત્રમાં લખ્યું છે, ‘આપણને મિલો પાસેથી જે આશા હતી તેવું થયું છે. તેમ છતા તમે જે કહો છો તે સાચું છે, બઘું કરઘા પર નિર્ભર છે.’ ચરખા વિશે મહાત્મા ગાંધીનો ઉલ્લેખ અસાધારણ રૂપે મહત્વપૂર્ણ છે કેમ કે તેમણે તેને આર્થિક આઝાદીના પ્રતીક તરીકે અપનાવ્યો હતો.

સ્વતંત્રતા આંદોલન દરમિયાન ગાંધીજીએ ભારતીયોને તેના માટે પ્રોત્સાહિત કર્યા હતા કે, તેઓ સ્વતંત્રતા આંદોલનના સમર્થનમાં દરરોજ ખાતી કાતવામાં પસાર કરે. તેમણે તમામ ભારતીયોને સ્વદેશી આંદોલન અંતર્ગત બ્રિટન નિર્મિત કપડાંને બદલે ખાદી પહેરવા માટે પ્રોત્સાહિત કર્યા.

(5:20 pm IST)