સ્વિડન ચર્ચમાં ઇતિહાસમાં પ્ર્થમવખત પુરુષ પાદરીઓની તુલનામાં મહિલા પાદરીઓની સંખ્યા વધી
નવી દિલ્હી: સ્વિડન ચર્ચના ઈતિહાસમાં પહેલી વખત પુરુષ પાદરીઓની તુલનાએ મહિલા પાદરીઓની સંખ્યા વધી ગઈ છે. સ્વિડન ચર્ચે આ માહિતી આપી હતી. દેશમાં કુલ 3060 પાદરીઓ સેવા આપી રહ્યાં છે. તેમાં 1533 એટલે કે આશરે 50.1% મહિલાઓ છે. સ્વિડન ચર્ચના સેક્રેટરી ક્રિસ્ટિના ગ્રેનહોમ અનુસાર આ ઐતિહાસિક છે. અમે અંદાજ લગાવ્યો હતો કે પુરુષોને પાછળ મૂકી દેવાનું કામ 2090 સુધી થશે પણ આ પરિવર્તન ખૂબ જ ઝડપી આવ્યું. કેથોલિક ચર્ચથી વિપરીત સ્વિડનમાં લૂથરન ચર્ચે મહિલાઓને પ્રાર્થના-પૂજા કરાવવાની મંજૂરી 1958માં આપી હતી. 1960માં પ્રથમ વખત ત્રણ મહિલાઓએ આ જવાબદારી સંભાળી હતી. તેના પછી 1982માં સ્વિડનની સંસદે એ વિશેષ ખંડ પણ રદ કર્યો હતો જેમાં પુરુષ પૂજારીને મહિલાને સહયોગ આપવાથી ઈનકાર કરવાનો અધિકાર મળ્યો હતો. 2000માં ચર્ચને રાજ્યથી અલગ કર્યા બાદ મહિલાઓને ધર્મ સંબંધિત અભ્યાસક્રમોમાં વધારે મહત્ત્વ અપાયું.