News of Friday, 24th July 2020
રશિયાના કમચટકા પ્રાયદ્વીપ પર ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા
નવી દિલ્હી : રશિયાના કમચટકા પ્રાયદ્વીપ પર શુક્રવારના રોજ ત્રણ અલગ અલગ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે જેમની તીવ્રતા પાંચ આસપાસ હોવાનું માલુમ પડી રહ્યું છે.
રશિયન એકેડમી ઓફ સાયન્સના ભૂભૌતિકીય સર્વેક્ષણની ક્ષેત્રીય શાખાએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ભૂકંપની તીવ્રતા 3.7થી લઈને 5 સુધીની આંકવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર કમચટકામાં પશ્ચિમની તરફ 126 કિલોમીટરની ઊંડાઈમાં હોવાનું માલુમ પડી રહ્યું છે.
(5:57 pm IST)