દેશ-વિદેશ
News of Thursday, 24th June 2021

અમેરિકાના ફ્લોરિડામાં એક વૃદ્ધ મહિલાને પોતાનું બેંક બેલેન્સ ચેક કરતા હોશ ઉડી ગયા

નવી દિલ્હી: અમેરિકાના ફ્લોરિડામાં એક વૃદ્ધ મહિલાએ જ્યારે પોતાનું બેંક બેલેન્સ જોયું તો તેના હોંશ ઉડી ગયા, તેણે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે તેના ખાતામાં આટલી મોટી રકમ આવશે. રકમ લગભગ એક બિલિયન ડૉલર એટલે કે લગભગ અબજો રૂપિયામાં હતી. બેંક અધિકારીએ જ્યારે વૃદ્ધાને આની જાણકારી આપી તો આખા મામલાનો ખુલાસો થયો.

વૃદ્ધ મહિલા 20 ડૉલર એટલે કે 1400 રૂપિયા ઉપાડવા માટે ગઇ હતી. પણ ઉપાડતા સમયે ATM મશીને એલર્ટ કર્યું કે રકમ ઉપાડવા પર તેમણે ચાર્જ આપવો પડશે. મશીન દ્વારા આપવામાં આવેલી ચેતવણીને ધ્યાનમાં લેતા તેમણે ટ્રાન્ઝક્શન ચાલું રાખ્યું. ત્યાર પછી જુલિયાએ પોતાનું બેંક બેલેન્સ ચેક કર્યું તો તેના હોંશ ઉડી ગયા. બેંક રસીદમાં તેના ખાતામાં 999,985,855.94 ડૉલર એટલે કે લગભગ 7417 કરોડ રૂપિયા હતા.

(11:56 pm IST)