દેશ-વિદેશ
News of Monday, 24th June 2019

84 વર્ષીય આ વૃધ્ધે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

નવી દિલ્હી: માનવીની અંદર છુપાયેલ કલા કોઈ ને કોઈ ઉંમરે બહાર આવી જ જતી હોય છે આ વાતને એક વૃધ્ધે સાબિત કરી બતાવ્યું છે જેમના ડાન્સે સારા લોકોને પાછળ પછાડી દીધા છે હાલમાં આ વૃધ્ધનો ડાન્સ સોશિયલ મીડિયામાં ખુબજ ધૂમ મચાવી રહ્યો છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે 84 વર્ષીય લિયોન અને 54 વર્ષીય એડ્સન અમેરિકા ગોટ ટેલેન્ટમાં પોતાની પ્રતિભા દેખાડવા માટે પહોંચ્યા અને શરૂઆતમાં તેમને જોઈને સહુ કોઈ હસી ઉડાવવા લાગ્યા પરંતુ જયારે તેમના સ્ટેન્ટને જોવામાં આવ્યો ત્યારે સહુ કોઈ મોઢામાં આંગળા નાખી ગયા હતા. આ વીડિયોને અત્યારસુધીમાં કરોડો લોકો જોઈ ચુક્યા છે.

(5:49 pm IST)