દેશ-વિદેશ
News of Monday, 24th June 2019

સાઉદી એરપોર્ટ પર યમન વિદ્રોહીઓનો હુમલો: 1નું મોત: 21ને ઇજા

નવી દિલ્હી: યમનના હોથી વિદ્રોહીઓએ રવિવારના રોજ સાઉદી અરબના આભા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હુમલો કરતા એક સીરિયાઈ નાગરિકનું  મોત નીપજ્યું છે તેમજ અન્ય 21ને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાની માહિતી મળી રહી છે.સંયુક્ત અરબ અમીરાત,બહરીન,કુવૈત અને મિસ્ત્રે આ હુમલાની ખુબજ નિંદા કરી છે.અધિકારીઓએ જણાવ્યું છે કે આ હુમલામાં 18 ગાડીઓને નુકશાન પહોંચ્યું છે.

(5:49 pm IST)