દેશ-વિદેશ
News of Friday, 24th May 2019

સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચેની લડાઈમાં સાત આતંકી મોતને ભેટ્યા

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના તાખીર પ્રાંતમાં ગુરુવારના રોજ અફઘાન સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલ લડાઈમાં સાત આતંકવાદી મોતને ભેટ્યા છે જિલ્લાના ગવર્નર મોહમ્મ્દ ઓમરે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું  છે કે આતંકવાદીઓના સમૂહે ખ્વાજા ઘર જિલ્લામાં સવારના સમયે સાત વાગ્યે પોલીસના સુરક્ષા નાકા પર હુમલો કર્યો હતો જેના વળતા જવાબમા  સાત  આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે.

(5:42 pm IST)