દેશ-વિદેશ
News of Friday, 24th May 2019

બે વર્ષથી પરેશાન યુગલે દીવાલ તોડતા અજુગતું રહસ્ય સામે આવ્યું

નવી દિલ્હી: મધમાખીનું નામ સાંભળતાની સાથે દરેક વ્યક્તિ ડરી જતી હોય છે પરંતુ વિચારો કે આ મધમાખી તમારા ઘરમાંજ રહેતી હોય તો કેવું લાગશે આવી જ એક ઘટના ગ્રેનાડામાં બની છે જ્યાં એક જ નહીં પરંતુ હજારો મધમાખી એક રૂમમાં છુપાઈને બેઠી છે બે વર્ષ પછી આ સચ્ચાઈ સામે આવી અને આ જોઈને સહુ કોઈ અચંબામાં મુકાઈ ગયા  એક યુગલના રૂમમાં દરરોજ અજીબો ગરીબ પ્રકારની અવાજ સંભળાતી હતી જેના કારણે તે રાત્રીના ઊંઘ ના કરી શકતા એક દિવસ તેમને દીવાલ ખોદાવતા તેમની અંદરથી 80 હજાર મધમાખી મળી આવી જેને જોઈને સહુ કોઈ હેરાન રહી ગયા હતા.

(5:38 pm IST)