દેશ-વિદેશ
News of Friday, 24th May 2019

હિંસામાં બચી ગયેલા લોકોના દુઃખ દુર કરવા માટે ૩૫ ફુટ ઊંચુ મંદિર બનાવ્યું ને પછી આગ લગાડાઇ

ફલોરીડા તા ૨૪  : માત્ર પરંપરા અને લોકવાયકાની વાતો ભારતમાં જ નથી ચાલતી. અમેરિકાના ફલોરિડામાં પણ કોરલ સ્પ્રિંગ વિસ્તારમાં જેને અંધશ્રદ્ધા કહી શકાય એવી પરંપરા નિભાવવામાં આવી. બે અઠવાડીયાથી અહીં ૯૫૦૦ લાકડાના બ્લોકસ વાપરીને  ૩૫ ફુટ ઉંચુ મંદિર જેવો ઢાંચો બનાવવામાં આવ્યો હતો. ૧૬૦૦ સ્કવેર ફુટમાં ફેલાયેલા ટેમ્પલ જેવા ઢાંચાને આગ લગાવવામાં આવી હતી. એની પાછળની માન્યતા કંઇક એવી છે કે, આ રીતે મંદિરમાં ફાયરથી પીડીત, દુખીયારા અને ખાસ હિંસક ઘટનાઓમાંં બચી ગયેલા લોકોના દુઃખ દુર થાય છે. પીડિતો અને દુખિયારા લોકો જેમની હાજરીમાં આ રસમ નિભાવાય છે, તેમના જીવનનો અંધકાર દુર થવાની માન્યતા છે. આ વખતે ટેમ્પલ ફાયરની પરંપરામાં ૪૦૦૦ થી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ પરંપરા માટે મંદિર બનાવવાનો ખર્ચ બ્લમબર્ગ ફાઉન્ડેશને ઉઠાવ્યો હતો. આ દરમ્યાન કોઇ હાદસો ન થાય એ માટે ચારે તરફ ફાઇટર્સની ટીમ તહેનાત રાખવામાં આવી હતી.

(11:51 am IST)