દેશ-વિદેશ
News of Thursday, 24th May 2018

કાકડીની કડવાશ દૂર કરવી છે?

ઉનાળામાં કાકડી સ્વાસ્થ્ય માટે કોઈ વરદાનથી ઓછી નથી. એટલે જ કોઈને કોઈ રૂપે ખાવાની સલાહ આપવામાં આવે છે. સામાન્ય રીતે કાકડી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. પરંતુ, કયારેક કાકડી કડવી નીકળે તો મોઢાનો બધો સ્વાદ બગાડી દે છે. તો જાણી લો કેવી રીતે કાકડીની કડવાશને દૂર કરી શકાય છે.

જો તમે જલ્દીમાં છો અને કાકડી ખાવા ઈચ્છો છો તો કાકડીની કડવાશ દૂર કરવા માટ કાકડીને બે લાંબા ભાગમાં કાપી લો. કાકડીના બંને ટુકડા પર મીઠુ લગાવી તેને સારી રીતે ઘસો. એવુ કરવાથી કાકડીમાંથી સફેદ પાણી નીકળશે. જેનાથી માત્ર ૨ મિનીટમાં કાકડીમાંથી કડવાશ દૂર થઈ જશે અને તમે તેને સરળતાથી ખાઈ શકો છો. આ ઉપરાંત સલાડ માટે કાકડી કાપતી વખતે તમે તેના મથાળાના ભાગને કાપીને છાલ ઉતારી લો. કાકડી કાપ્યા પહેલા ફોકની મદદથી તેમાં કેટલાય છિદ્ર બનાવી લો. એવુ કરવાથી પણ કાકડીની કડવાશ નિકળી જશે. ત્યારબાદ તમે કાકડી ધોઈને ખાઈ શકો છો.

(9:36 am IST)