દેશ-વિદેશ
News of Thursday, 24th May 2018

નવી નવી નોકરી મળી છે? તો આ વાતનું ધ્યાન રાખજો..

આજના સમયમાં નોકરી મળવી એટલુ સરળ નથી. નોકરી મેળવવા માટે કઠિન પરિશ્રમ કરવો પડે છે. જો તમે ઈચ્છો છો કે તમે તમારી નોકરીમાં સતત આગળ વધો, તો શરૂઆતથી જ કેટલીક વાતો ઉપર તમારે વિશેષ ધ્યાન આપવુ જોઈએ. તો જાણી લો કેટલીક એવી વાતો જે તમને ભવિષ્યમાં નવી જોબ કરતી વખતે ઉપયોગી બને.

નોકરીની શરૂઆતથી જ તમે ઓફિસે સમયસર પહોંચો. સમયમાં માનનાર વ્યકિતને ઓફિસમાં વધુ પસંદ કરવામાં આવે છે. જેનાથી તમારા બઢતીના ચાન્સ પણ વધુ રહે છે. નોકરીની શરૂઆત કરતા પહેલા જરૂરી છે કે તમે તમારૂ લક્ષ્ય નક્કિ કરો અને તે દિશામાં કામ કરો. લક્ષ્યોની સીમા અલગ-અલગ હોય છે. જ્યારે તમે ઓફિસમાં નવા હો ત્યારે તમને ત્યાંના કામ અને વાતાવરણ વિશે ખબર નથી હોતી. તેથી કોઈ પણ પ્રકારની આડા-અવળી વાતોથી બચવું. કારણ કે તેનાથી ઓફિસમાં તમારી નકારાત્મક છાપ ઉભી થાય છે અને તમારા કામને પણ વધુ મહત્વ આપવામાં નહીં આવે.

(9:36 am IST)