દેશ-વિદેશ
News of Saturday, 24th April 2021

વોશિંગટન સહીત ઓક્સફર્ડ યુનિવર્સીટીમાં કરવામાં આવેલ એક સર્વે મુજબ ગર્ભવતી મહિલાને કોરોના થવાથી 20 ટકા મૃત્યુનો ભય

નવી દિલ્હી: એક વિશ્વ વ્યાપી સર્વેમાં જાણવા મળ્યુ છે કે ગર્ભવતી મહિલાઓને કોરોના સંક્રમણ દરમ્યાન પ્રસવ થવાથી તેમના મૃત્યુથી આશંકા વીસ ગણી વધી જાય છે.વોશીંગ્ટન અને ઓકસફર્ડ યુનિ.દ્વારા 2100 ગર્ભવતી મહિલાઓ પર કરવામાં આવેલા સંશોધનમાં આ નિષ્કર્ષ કાઢવામાં આવ્યો છે.18 નીમ્ન મધ્યમ અને ઉચ્ચ આવક વર્ગનાં દેશોનાં 43 પ્રસુતી હોસ્પીટલોમાં આ અધ્યયન કરાયુ છે.જે અનુસાર ગત વર્ષ સાત એપ્રિલથી ઓગસ્ટ વચ્ચે કરવામાં આવેલ સંશોધનમાં બે સમુહો વચ્ચે તુલનાત્મક અધ્યયન કરવામાં આવ્યુ હતું. એક સમુહની ગર્ભવતી મહિલાઓ કોરોનાથી સંક્રમિત હતી. જયારે બીજા સમુહની મહિલાઓમાં આવુ કોઈ સંક્રમણ નહોતુ. જરામા પેટીયાટ્રિકસ જર્નલમા પ્રકાશીત સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે મા અને શીશુના મૃત્યુના ખતરા સિવાય તેમને સમય પૂર્વ પ્રસવ વગેરે તકલીફોનો પણ સામનો કરવો પડયો હતો.

(5:37 pm IST)