દેશ-વિદેશ
News of Wednesday, 24th April 2019

જર્મનીના આ ગામમાં ઘરનું ભાડું છેલ્લાં પ૦૦ વર્ષથી વધ્યું નથી

ઓગસબર્ગ તા. ર૪ : દુનિયાના કોઇ પણ દેશ અને શહેરમાં રિયલ એસ્ટેટ પ્રોપર્ટીના ભાવમાં ધરખમ વધારો થયો છે ત્યારે જર્મનીના એક ગામમાં એક બિલ્ડિીંગમાં ઘરનું ભાડું છેલ્લાં પ૦૦ વર્ષથી બદલાયું જ નથી  ૧પ૧૪ ની સાલમાં જેકબ ફયુગર નામના બિઝનેસમેને ઓગસબર્ગ ટાઉનની ભાગોળે આવેલું ફયુગેરેઇ નામનું ગામ વસાવ્યું હતું. અહીં તેમણે હાઉસિંગ કોમ્પ્લેકસ બનાવ્યાં હતાં જે આર્થિક રીતે નબળા વર્ગના લોકોને રહેવા આપ્યા હતા. ફયુગર પરિવાર ૧૪મી સદીમાં આ ગામમાં રહેવા આવ્યો હતો. અને કાપડનો વેપાર કરીને બેપાંદડે થયો હતો. આ પરિવારે એ પછી બેેન્કિંગ સેકટરમાં પણ ઝંપલાવેલું. જે વિસ્તારમાં રહીને જેકબ ફયુગર અને તેનું કુટુંબ પૈસેટકે સુખી થયેલું એ વિસ્તારનાં કેટલાંક બિલ્ડિંગો તેમણે ખરીદી લીધાં અને એ ગરીબોને રહેવા માટે આપી દીધાં હતાં. લોકોને એ ફ્રીમાં આપવાને બદલે તેમણે વર્ષે એક ડોલરનું ભાડું લેવાનું રાખેલું. આ ઘરોમાં રહીને પરિવારો પૈસેટકે વધુ સમૃદ્ધ થઇને બીજે શિફટ થઇ જતા અને એની જગ્યાએ બીજા જરૂરિયાતમંદ પરિવારને વર્ષે એક ડોલરના ભાડામાં આ ઘર આપવામાં આવતાં. લગભગ પ૦૦ થી વધુ વર્ષ થઇ ગયાં હોવા છતાં આ શિરસ્તો હજી ચાલુ જ છે

(11:46 am IST)