દેશ-વિદેશ
News of Wednesday, 24th April 2019

યુટયુબરે બનાવ્યું પાસ્તાનું કમ્પ્યુટર, એ ચાલે પણ છે

લંડન, તા.૨૪: કમ્પ્યુટર બનાવવુ એ કંઇ ખાવાના ખેલ નથી, પરંતુ ખાવાની ચીજમાંથી એ બનાવી શકાય ખરંુ? લાપ્લેનેટ આર્ટસ નામની યુટયુબ ચેનલ ચલાવતા મિકા લાપ્લેનટ નામના ભાઇએ તાજેતમાં કમ્પ્યુટરના પીસીનું પાસ્તામાંથી બનાવેલું વર્ઝન તૈયાર કર્યુ હતું. એ માટે મિકાએ એક સેટ ટોપ બોકસ જેવા ટચુકડા પર્સનલ કમ્પ્યુટરને આખેઆખું ખોલી નાખ્યું. લાંબા પાસ્તાની કાચી સ્ટ્રિપ્સ લઇને તેણે પ્લેટ બનાવી અને કમ્પ્યુટરના તમામ પૂરજા એના પર ગોઠવી દીધા અને જયાં વચ્ચે જગ્યા બચતી હતી ત્યાં પાસ્તાનો ભૂકો ભરાવી દીધો અને બધા પૂરજા એકબીજાને ચોંટેલા રહે એ માટે ઇન્ડસ્ટ્રિયલ ગ્લુ લગાવી દીધો. આ કમ્પ્યુટરના મશીનને ટીવી-સ્ક્રીન સાથે કનેકટ કરીને ભાઇસાહેબે એમાં વિડિયો જોવાનું પણ શરૂ કરી દીધું. અલબત્ત, કમ્પ્યુટર આઉટડેટેડ હોવાથી વિડિયોનું સ્ટ્રીમિંગ ત્રુટક-ત્રુટક થતું હતું.

(11:46 am IST)