દેશ-વિદેશ
News of Wednesday, 24th April 2019

દરરોજ એક આમળુ ખાવાથી મેળવો પથરીની સમસ્યામાંથી છૂટકારો

આમળાની આપણા દેશના કેટલાય સ્થાને પૂજા કરવામાં આવે છે. એવી ધાર્મિક માન્યતા છે કે આમળાના વૃક્ષ નીચે પૂજા કરવાથી શરીરના રોગોને ઘટાડી શકાય છે. આમળામાં વધારે માત્રામાં વિટામીન હોય છે, જે આપણા શરીરમાં વિટામીનની ખામીને દૂર કરે છે. આમળાના આ ફાયદાઓ વિશે બહુ ઓછા લોકો જાણતા હશે.

દરરોજ એક આમળુ ખાવાથી પથરીની ગંભીર સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે. આમળાની ચટણી બનાવીને ખાવથી શરીરમાં થતી સમસ્યઓથી છૂટકારો મેળવી શકાય છે. આમળમ ખાવાથી આંખોની રોશની વધે છે. તેનો મુરબો બનાવીને દરરોજ ખાવાથી શરીર સ્વસ્થ રહે છે. આમળમ આપણા શરીરમાં વિટામીન-સીની ખામીને દૂર કરે છે.

આમળા ખાવાથી કબજીયાત, હરસ, પેટ સાથે સંકળાયેલ ગંભીર સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે. આમળા વાળ માટે ખુબ જ સારા ગણવામાં આવે છે. આમળાના સેવનથી વાળ સારા રહે છે અને વાળ સાથે સંકળાયેલ ગંભીર સમસ્યાઓ દૂર થાય છે. આમળા સફેદ વાળ, વાળ ખરવા, ડ્રાયનેસ, જેવી સમસ્યાઓને મૂળમાંથી દૂર કરે છે. તેનો ઉપયોગ કેટલીય દવાઓ બનાવવામાં પણ કરવામાં આવે છે

(9:51 am IST)