વધુ વજન ધરાવતી એટલે કે જાડી-સ્થુળ કન્યા સાથે લગ્ન થાય તો પુરૂષ ખુશ રહે
મોટી સ્ત્રીના પ્રેમમાં પડેલો પુરૂષ વધુ સ્માઇલ કરે છે
નવી દિલ્હી, તા.૨૪: ભલે પુરુષોનીને લાંબી, પાતળી છોકરીઓ ગમતી હોય, પરંતુ રીસર્ચ સૂચવે છે કે જાડી એટલે કે વધુ વજન ધરાવતી કન્યાઓ સાથે લગ્ન અથવા પ્રેમમાં પડેલા પુરુષો વધુ ખુશ રહે છે. નેશનલ ઓટોમોમસ યુનિવર્સિટી ઓફ મેકસીકોમાં આ અભ્યાસ કરવામાં આવ્યો છે, જે મુજબ, કર્વી, પ્લસ કદની મહિલા જીવનસાથી, પાતળી જીવનસાથીઓ કરતા ૧૦ ગણા વધુ ખુશ રહે છે. તે પોતાના સાથી પર જીમ જવા અને ફિટ રહેવાનું દબાણ નથી કરતી.કર્વી મહિલાઓને નાની-નાની ભેટો પર ખુશ થઈ જાય છે. જે જોડા સાથે મળીને હસે છે, તેમનું જીવન વધુ સારું હોય છે અને સંબંધ ટકાઉ થાય છેતેઓ વધારે ખુશદિલ છે અને તેમનું સેન્સ ઓફ હ્યુમર વધુ સારું હોય છે. આવી સ્ત્રીઓ સામે ખુલીને બોલવું, પોતાને વ્યકત કરવું વધુ સરળ છે.આ પોતે પણ વજન દ્યટાડવાનો પ્રયાસ કરે છે અને સાથે સાથે ભોજન પસંદ કરે છે. મોટાં સ્ત્રીઓના પ્રેમમાં પડાયેલો પુરુષ વધારે સ્માઇલ કરે છે અને જીવન માટે તેમનું વલણ વધારે પોઝિટિવ થાય છે.જે જોડા સાથે મળીને હસે છે, તેમનું જીવન વધુ સારું હોય છે અને સંબંધ ટકાઉ થાય છે.