દેશ-વિદેશ
News of Tuesday, 24th April 2018

ચીનના એક લાઉજમા આગ લાગવાના કારણે 18ના મોત: 5ને ઇજા

નવી દિલ્હી: દક્ષિણી ચીન સ્થિત એક કરાઓકે લાઉઝમા  આગ લાગવાના કારણે 18 લોકોના મોત નિપજ્યા હોવાનું જાણવામાં આવી રહ્યું છે જયારે અન્ય 5ને ઇજા પહોંચી છે આ આગ કેટીવી હાઉસ કરાઓકે લાઉઝમા લાગી હતી એ વાતની આશંકા થઇ રહી છે કે આગ જાણી જોઈને લગાડવામાં આવી હતી પોલીસ અધિકારીએ જણાવ્યું કે ગુઆંગદોંગ પ્રાંતમાં કીન્ગયુઆન શહેરમાં ત્રીજા માળે આગ લાગવાની ઘટના બની હતી.જેમાં 18 લોકો મોતને ભેટ્યા છે જયારે પાંચને ઇજા પહોંચી છે.

(5:35 pm IST)