દેશ-વિદેશ
News of Tuesday, 24th April 2018

કાબુલમાં આત્મઘાતી હુમલામાં મૃતક આંક વધીને 69એ પહોંચ્યો

નવી દિલ્હી :અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં મતદાતા પંજીકરણ કેન્દ્ર પર કરવામાં આવેલ આત્મઘાતી હુમલામાં મૃતક આંક વધીને 69નો થઇ ગયો છે જયારે ઘાયલોની સંખ્યા 120ની છે સમાચાર એજન્સી એફે દ્વારા મળેલ માહિતી મુજબ ઘણા લોકોની લાશ હોસ્પિટલ લઇ જવાના બદલે સીધી ઘરે જ લઇ જવામાં આવી હતી જેના કારણે મૃતક આંક વધી રહ્યો છે મૃતક આંકમાં 27 મહિલા અને બે પોલીસકર્મીનો સમાવેશ થાય છે.

(5:33 pm IST)