દેશ-વિદેશ
News of Tuesday, 24th April 2018

આંખોની નીચેના ડાર્ક સર્કલને કહો અલવિદા..

આંખોની નીચે કાળા ડાર્ક સર્કલ વધતી જતી ઉંમર બતાવે છે. તે સુંદરતાને અવરોધે છે. રાજધાની સ્થિત નેશનલ સ્કિન સેન્ટરના નિર્દેશક નવીન તનેજાએ ડાર્ક સર્કલથી છુટકારો મેળવવા માટેના ઉપાય આપ્યા છે.

ઠંડક : ઠંડા પાણી અથવા દૂધમાં પલાળેલ સાફ કપડુ લો અને થોડીવાર તેને તમારી આંખ પાસે રાખો. મુલાયમ કપડામાં બરફનો ટુકડો લો અને તેને પણ થોડીવાર સુધી તમારી આંખ પાસે રાખી શકો છો.

ફુદીનો : ફુદીનાના પાંદડાને હાથથી પીસી લો અને તેમાં લીંબુનો રસ મિકસ કરો. તેને ૧૫-૨૦ મિનીટ સુધી લગાવો રાખો. ત્યારબાદ ધોઈ લો. આવુ દરરોજ દિવસમાં બે વાર કરવું.

ટી બેગ : રેફ્રીજરેટરમાં અડધી કલાક રાખેલ બ્લેક અથવા ગ્રીન ટી બેગનો ઉપયોગ કરો. તેને ૧૦-૧૫ મિનીટ સુધી બંને આંખો પર રાખો. ત્યાર બાદ તેને દૂર કરીને ચહેરો પાણીથી ધોઈ લો.

મલાઇ : બે ચમચી મલાઈ અને ૧/૪ હળદર મિકસ કરો. તેને ડાર્ક સર્કઇ ઉપર લગાવો. તેને ૧૫-૨૦ મિનીટ સુધી રહેવા દો અને ત્યાર બાદ નવસેકા ગરમ પાણીથી ધોઈ લો.

(9:48 am IST)