દેશ-વિદેશ
News of Wednesday, 24th February 2021

૧ મીનીટમાં ૩૫ ટી-શર્ટ પહેરી રેકોર્ડ બનાવ્યો

ન્યુયોર્કઃ મશહુર થવા વિચાર જ કાફી છે. ન્યુયોર્કમાં આવા એક વ્યકિતએ ગીનીશ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું છે. ડેવીડ રશે પત્નિની મદદથી આ રેકોર્ડ બનાવેલ. પત્નિ જેનીફરે ૩૫ ટી-શર્ટને ખોલીને જમીન ઉપર અલગ-અલગ રાખ્યા અને ડેવીડે એક પછી એક ટી-શર્ટ પહેરવાનું શરૂ કરેલ. જેનીફર પાછળ ટી-શર્ટ નીચે ખેંચતી રહી. આ વિડીયો ઇન્સ્ટાગ્રામ ઉપર મુકાયેલ. ૩૧ ટી-શર્ટનો રેકોર્ડ હતો જે હવે ડેવીડે ૩૫ ટી-શર્ટ પહેરી પોતાના નામે કર્યો છે.

(3:42 pm IST)