દેશ-વિદેશ
News of Monday, 24th February 2020

કતાર એરવેઝે પાંચ મોટા કાર્ગો પ્લેનથી ચીનમાં ઇમરજન્સી ડોક્ટરી સામગ્રી મોકલી મદદ કરી

નવી દિલ્હી: કતાર એરવેઝે પાંચ મોટા કાર્ગો પ્લેનથી ચીનના પેઈચિંગ, શાંઘાઈ અને ક્વાંગચોના માટે ઈમરજન્સી ડૉકટરી સામગ્રી મોકલવામા આવી છે. જેમાં માત્ર કતાર એરવેઝ દ્વારા ચીનને દાનમા આપેલી માસ્ક અને હેડ સેનિટાઈઝર જેવી વસ્તુઓ છે, પરંતુ વિદેશોમા ચીનના દૂતાવાસમા અને મિશનો દ્વારા એકત્ર કરવામા આવેલી વસ્તુઓનો પણ સમાવેશ થાય છે.

                    કોરોના વાયરસની મહામારી બાદ કતાર એરવેઝે ચીનના દુનિયાભરમા આવેલા દૂતાવાસ અને વાણિજ્ય દૂતાવાસો માટે ગ્રીન ચેનલ ખોલી છે અને તેમા એકત્ર કરવામા આવેલી તબીબી સામગ્રીને ફ્રીમા ચીનમા મોકલી રહ્યા છે. કતાર એરવેઝના સીઈઓ અકબર અલ બકરે મહામારી સામે લડવા માટેના ચીનના પ્રયાસોની પ્રશંસા કરી છે. તેમણે કહ્યુ કે, ચીનમા કોરોના વાયરસ માટે મુક્તપણે અને પારદર્શક રીતે જાણકારી આપી છે તેમજ બધા દેશો અને આંતરરાષ્ટ્રીય સંગોઠનોએ સાથ આપ્યો છે.

(6:08 pm IST)