દેશ-વિદેશ
News of Friday, 24th January 2020

આર્જેટીનામાં 5.5ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: આર્જેટીનાના મધ્ય વિસ્તારમાં  ભૂકંપના જોરદાર ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે રિક્ટર પૈમાના પર તેમની તીવ્રતા 5.5ની આંકવામાં આવી છે. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેદ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારમાં  5.5ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે.

              વધુમાં મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર એલ હોયો શહેરથી લગભગ  16 કિલોમીટર  પશ્ચિમમાં 560 કિલોમીટરની ઊંડાઈમાં હતું હાલમાં ભૂકંપના જટકાના કારણોસર કોઈ નુકશાનીના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા નથી. બે મહિના પૂર્વ પણ આર્જેટીનાના મધ્ય વિસ્તારમાં ભૂકંપના જોરદાર ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હતા.

 

(5:50 pm IST)