દેશ-વિદેશ
News of Friday, 24th January 2020

પાકિસ્તાને કર્યું બૈલિસ્ટિક મિસાઈલ ગજનવીનું સફળ પરીક્ષણ

નવી દિલ્હી: પાકિસ્તાને ગુરુવારના રોજ બૈલિસ્ટિક મિસાઈલ ગજનવીનું સફળ પરીક્ષણ કર્યું છે.ઈંટર સર્વિસેજ પબ્લિક રીલેશંસ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ગજનવી મિસાઈલનું 290 કિમીની સીમા સુધી પરીક્ષણ કરવામાં આવ્યું છે અને તે ઘણા બધા યુદ્ધક પ્રક્ષેપાત્ર લઇ જવામાં સક્ષમ છે.

                     એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  લોન્ચ આર્મી સ્ટ્રેટેજિક ફૉસેજ કમાંડના એક ફિલ્ડ ટ્રેનિંગ એક્સરસાઇઝનો ભાગ છે. જેમનો હેતુ દિવસ અને રાત્રી દરમ્યાન પરિચાલન તૈયારી પ્રક્રિયાઓનો અભ્યાસ છે.

 

(5:46 pm IST)