દેશ-વિદેશ
News of Friday, 24th January 2020

સ્પેનમાં વાવાઝોડાએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું:11 મૃત્યુથી અરેરાટી: પાંચ હજુ સુધી લાપતા

નવી દિલ્હી:સ્પેનમાં ત્રાટકેલા વિનાશક ગ્લોરિયા વાવાઝોડાના કારણે અગિયાર લોકોના મોત થયા હતા, પાંચ લાપતા થયા અને ભારે વરસાદના કારણે નદીઓમાં પૂર આવ્યા હતા. પૂરના ખારા પાણીના કારણે ખેતરોમાં ઊભા પાકનો નાશ થયો હતો અને મોટા ભાગના ખેતરો સાફ થઇ ગયા હતા, એમ સત્તાવાળાઓએ કહ્યું હતું.

                      ઉત્તર-પૂર્વિય કેટેલોનિયા અને મેડિટેરિયન દેશના બાલેરિક ટાપુમાંથી લાપતા થયેલા લોકોની સંખ્યા વધતા મૃત્યઆંક વધવાની સંભાવના વ્યક્ત કરાઇ હતી.દરિયામાં મોજા ઉંચા ઉછળતા લોકો કિનારે ફસાયા હતા. અનેક વાહનો તણાઇ ગયા હતા અને ઇમારતોનો કાટમાળ પાણીમાં વહી જતા શહેરમાં ગંદકીના ઢગલા થયા હતા.

(5:45 pm IST)