દેશ-વિદેશ
News of Friday, 24th January 2020

આફ્રિકાના સુદાનમાં નેશનલ પાર્કમાં આફ્રિકી સિંહોની હાલત થઇ ખરાબ

નવી દિલ્હી:આફ્રિકાના સૂદાન દેશના એક નેશનલ પાર્કમાં આફ્રિકી સિંહોની કુતરા જેવી હાલત ચર્ચાનો વિષય બની છે. રાજધાની ખાર્ટુમમાં આવેલા અલ-કુરેશી પાર્કમાં કુપોષણનો ભોગ બનેલા સિંહ મરવાના વાંકે જીવી રહયા છે. આથી કુ પોષણનો ભોગ બનેલા સુદાન પાર્કના સિંહોને બચાવવા માટે ઓન લાઇન કેમ્પેઇન શરુ થયું છે. સોશિયલ મીડિયામાં ફોટા ઝડપથી વાઇરલ થઇ રહયા છે. સિંહ સાચવવામાં બેદરકારી બદલ લોકો ઝુ પ્રશાસનથી માંડીને સુદાન સરકારની પણ ટીકા કરે છે. પ્રાપ્ત માહિતી મુજબ ખાર્ટુમના ઝુ માં આમ તો કુલ પ સિંહ હતા પરંતુ ૨૦ જાન્યુઆરીના રોજ ૧ નું મુત્યુ થતા હવે ૪ બચ્યા છે.

                             આજકાલ સુડાનમાં ડોલર જેવી વિદેશી ચલણની અછત ઉભી થતા આર્થિક મંદીમાં છે. આ પરીસ્થિતિને દર્શાવવા માટે સુદાનના દુબળા પડી ગયેલા સિંહને દર્શાવીને ફોટા શેર કરવામાં આવી રહયા છે. અલ-કુરેશી પાર્કના અધિકારીઓનું માનવું છે કે છેલ્લા થોડાક અઠવાડિયાથી સિંહોનું વજન અડધાથી પણ વધારે ઓછું થઇ ગયું છે. ઝુના પ્રાણીઓના ખોરાકની સગવડ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે.

(5:44 pm IST)