દેશ-વિદેશ
News of Wednesday, 23rd December 2020

ચીને પોતાની વેક્સીનનું અલગ અલગ ફેઝમાં ટ્રાયલ શરૂ કર્યું

નવી દિલ્હી: વર્ષ 2020ને અલવિદા કહેવા માટે તૈયાર દુનિયા આ સમયે કોરોના વેક્સીન બનાવવા માટે લાગી ગઈ છે. અમેરિકા અને બ્રિટનમાં અત્યાર સુધી બે વેક્સીનનો ઉપયોગ શરૂ થઈ ગયો છે. હવે ચીને પણ પોતાની વેક્સીન સફળ હોવાનો દાવો કર્યો છે. ચીનનું કહેવું છે કે તેણે અલગ, અલગ ફેઝમાં વેક્સીનનું ટ્રાયલ કર્યું હતું, જે યોગ્ય સાબિત થયું છે. ચીન વેક્સીન સ્ટેટ કાઉન્સિલના પ્રમુખ ઝેંગના જણાવ્યા અનુસાર અત્યાર સુધી વેક્સીન લાગ્યા બાદ કોઈ પરેશાની સામે આવી નથી. એવામાં આ વેક્સીનને સુરક્ષિત માનવામાં આવી શકે છે.

       ઝેંગે જણાવ્યું હતું કે જો વેક્સીન લાગ્યા બાદ કોઈને કોઈ રિએક્શન નથી થયું અને વાયરસથી સેફ્ટી મળે છે તો તે સફળ છે. ઝેંગનો દાવો છે કે ચીને પોતાના દેશમાં લગભગ 10 લાખ લોકો પર ઇમરજન્સી વેક્સીન લગાવી. વેક્સીન આપ્યા બાદ કેટલાક લોકોને રિએક્શન થયું, પરંતુ કોઈ પણ સીરિયસ નહોતું. ચીને જ્યારે પોતાના લોકોને વેક્સીન આપી, ત્યારે લગભગ 60 હજાર લોકોને હાઈ-રિસ્ક ઝોનમાં મોકલ્યા હતા, જ્યાં કોરોનાનું જોખમ વધારે હતું, પરંતુ ત્યાંથી પાછા આવ્યા તો કોઈને કોઈ રીતેનું રિએક્શન નહોતું, એવામાં ચીનનો દાવો છે કે તેમની વેક્સીન સુરક્ષિત છે.

(6:05 pm IST)