દેશ-વિદેશ
News of Tuesday, 23rd November 2021

રશિયા-યુક્રેનનો સંઘર્ષ બની શકે છે હિંસક

નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચેનો સંઘર્ષમાં જલદી જ હિંસક બની શકે છે. અમેરિકન ઇન્ટેલિજન્સના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રશિયા જલદી જ યુક્રેન પર હુમલો કરી શકે છે અને તેણે આ માટે મોટા પ્રમાણમાં તૈયારીઓ કરી લીધી છે. રિપોર્ટ અનુસાર, રશિયાની સેના જુદાં જુદાં લોકેશન પરથી યુક્રેન સામે સૈન્ય કાર્યવાહી કરી શકે છે. અમેરિકાનો આ રિપોર્ટ હાલમાં જ બીજી વખત આવ્યો છે. આ પહેલાં આવેલા રિપોર્ટમાં રશિયાએ એવું કહેતા નકાર્યો હતો કે અમેરિકા તેની વિરુદ્ધ ખોટું નિવેદનબાજી કરી રહ્યું છે.

અમેરિકન ઇન્ટેલિજન્સના ઈન્પુટ બાબતે બ્લૂમ્બર્ગે એક રિપોર્ટ તૈયાર કર્યો છે. એ મુજબ અમેરિકાએ પોતાના સહયોગી નાટો દેશોને ગુપ્ત માહિતીની સાથે સાથે કેટલાક નકશાઓ પણ ઉપલબ્ધ કરાવ્યા છે. એના દ્વારા જાણી શકાય છે કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ઈરાદાઓ યુક્રેન પર હુમલો કરવાના છે. માનવામાં આવી રહ્યું છે કે પુતિન આગામી વર્ષે સૈન્ય કાર્યવાહીના આદેશ આપી શકે છે.

 

(6:01 pm IST)