દેશ-વિદેશ
News of Saturday, 23rd November 2019

ઈ-સિગારેટને ખરીદવા માટે ઓછામાં ઓછી 21 વર્ષની વય હોવી જોઈએ: ટ્રંપ

નવી દિલ્હી: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે દેશમાં ઈ-સિગારેટને ખરીદવાની વાતને લઈને એક ન્યુનતમ વય વધારીને 21ની કરી નાખવાનો પ્રસ્તાવ આપ્યો છે. ટ્રંપે શુક્રવારના રોજ ધુમ્રપાન ઉદ્યોગ જગતના અધિકારીઓ, સાર્વજનિક સ્વાસ્થ્ય અધિવક્તાઓ,સાંસદો અને પ્રશાસનિક અધિકારીઓ સાથે  મુલાકાત  કર્યા પછી આ વાતની જાણકારી આપી છે કે આ વયને વધારીને 21 કરવામાં આવી છે.

              અમેરિકાના રોગ નિયંત્રણ તેમજ રોકથામ કેન્દ્રના રિપોર્ટ મુજબ જાણવામાં આવી રહ્યું છે  ગયા અઠવાડિયે ઈ-સિગરેટના કારણે 47 લોકોના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે અને 2300થી વધારે લોકોને ફેફસા સંબંધિત તકલીફ થતા  આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે. 

(5:35 pm IST)