દેશ-વિદેશ
News of Tuesday, 23rd October 2018

પગને ફટાફટ ક્લીન કરવા માટે ઘરે જ દુધ અને બેકિંગ સોડાની મદદથી પગની સુંદરતા મેળવો

 

આપણે ચહેરાની, ત્વચાની અને વાળની તો સારી સારસંભાળ રાખીએ છીએ પરંતુ પગને અવગણી દેતા હોઈએ છીએ. આથી ક્યારેક કોઈ સારો પ્રસંગ આવે અથવા તો પાર્ટીમાં જવાનું થાય ત્યારે પાર્લરમાં પેડિક્યોર કરવા દોડવું પડે છે. પરંતુ આજે અમે તમારી સાથે એક એવી ટ્રિક શેર કરવા જઈ રહ્યા છે જેનાથી તમારા પગ ફટાફટ ક્લીન પણ થઈ જશે અને તમારે પાર્લરમાં પેડિક્યોરનો ખર્ચો પણ નહિ કરાવવો પડે.

 

કારણે વધારે બગડે છે પગ

 

ચોખ્ખા ઘરમાં પણ આપણે ચાલીએ તો ફ્લોર પરની ઝીણી ધૂળ કે કચરો આપણા પગ પર ચોંટે છે. ઉપરાંત તમે સેન્ડલ કે સ્લીપર પહેરીને બહાર નીકળો એટલે પગ પર ટેનિંગ થઈ જાય છે. આથી મોટાભાગના લોકોના પગની સ્કિન રફ અને કાળી પડી ગયેલી હોય છે. આથી તમારે પગની સ્કિનની કાળજી લેવી અને પગ નિયમિત સાફ કરવ જરૂરી છે. પરંતુ માટે તમારે પાર્લરમાં જવાની જરૂર નથી. આસાન ટ્રિકથી તમારા પગ એકદમ ચોખ્ખા થઈ જશે.

આટલું કરો

2થી 4 કપ દૂધ લો. દૂધને સહેજ હૂંફાળુ કરો. તેમાં છૂટથી બેકિંગ સોડા ઉમેરો. તમારા બંને પગ સમાઈ જાય તેટલો મોટો બાઉલ લઈને તેમાં મિશ્રણ નાંખો અને તમારા બંને પંજા ડૂબે તે રીતે રાખો. તમારા પગની સ્કિન જ્યાં હાર્ડ થઈ ગઈ હોય ત્યાં મિશ્રણ ખાસ લાગે તેની કાળજી લો. જરૂર પડે તો હાથનો ઉપયોગ કરીને મિશ્રણ ભાગમાં લગાવો.

રીતે લગાવો પેસ્ટ

એક વાર આખા પગમાં મિશ્રણ લાગી જાય પછી પાંચ મિનિટ સુધી તમારા પગને દૂધમાં ડૂબાડીને રાખો. ત્યાર બાદ હૂંફાળા પાણીથી પગ ધોઈને પગ લૂથી નાંખો. પાંચ મિનિટમાં તમને દેખીતો ફરક લાગશે.

છે કારણ

દૂધમાં લેક્ટિક એસિડ હોય છે જેને કારણે સ્કિન સોફ્ટ થાય છે. બીજી બાજુ બેકિંગ સોડામાં કચરો ખેંચી કાઢવાના ગુણ છે. તે તમારા પગની ડ્રાય અને રફ સ્કિન દૂર કરી દેશે અને ભાગને સોફ્ટ બનાવશે. આમ પાંચ મિનિટમાં તમને ઘરે પેડિક્યોર જેવા સોફ્ટ અને સુંદર પગ મળી જશે.

(5:53 pm IST)