દેશ-વિદેશ
News of Tuesday, 23rd October 2018

ડ્રેનેજ-સિસ્ટમ સાફ કરતી વખતે બે ડઝન વોલેટ નીકળ્યા

ફિલિપીન્સની રાજધાની મનીલા પાસેના બટાન્ગસ શહેરમાં ડ્રેનેજ-સિસ્ટમ સાફ કરવા નીકળેલા સફાઇ-કર્મચારીઓને અજીબ કચરો મળી આવ્યો. પહેલી નજરે કર્મચારીઓ આ કચરો જોઇને ખુશ થઇ ગયા કેમકે એ બીજુ કંઇ નહીં પણ પર્સ હતાં. જો કે એ પછી પણ  કર્મચારીઓના હાથમાં કંઇ ખાસ આવ્યું નહોતું. આ પર્સમાં ક્રેડિટ કાર્ડ અને માલિકોનાં ઓળખપત્રો એમ જ હતાં, પણ કેશના નામે સમ ખાવા પૂરતો રૂપિયો પણ નહોતો. કર્મચારીઓએ ડ્રેનેજ માંથી લગભગ બે ડઝનથી વધુ વોલેટ કાઢયાં હતાં, પરંતુ એકેયમાં કેશ નહોતી. પાસે ઊભેલા બીજા કર્મચારીએ આ ઘટનાની તસ્વીરો અને વીડિયો ઉતારી લીધાં હતાં. કચરાથી લથબથ વોલેટ્સ પોલીસને  સોંપી દેવામાં આવ્યાં. તેમનું માનવંુ છે કે ખિસ્સાકાતરુઓનું આ કામ લાગે છે. મોટા ભાગે ચોરો જ પાકીટ ચોરીને એમાંથી કેશ કાઢીને બાકીની ચીજો ફેંકી દેતા હોય છે.

(3:36 pm IST)