દેશ-વિદેશ
News of Tuesday, 23rd October 2018

ડોકટરોએ કહેલું કે ૨૪ કલાક જીવશે, એ બાળકો ૨૦ મહિનામાં ચાલતાં થઇ ગયાં

ન્યુયોર્ક તા ૨૩ : અમેરિકાના ઇડાહોના બ્લેકફુટ ટાઉનમાં રહેતા કેલી અને કાર્ટર નામની ટ્રવિન્સનો જન્મ ૨૦૧૭ ના જાન્યુઆરી મહિનામાં થયેલો. આ બાળકીઓ જન્મી ત્યારે તેમનું આયુષ્ય ૨૪ કલાકથી વધુનું નથી એવું ડોકટરોએ જાહેર કરી દીીધેલું તેમની કોઇ જ દવા પણ ન કરવામાં આવે એવું કહી દીધેલું. જોકે તેમ છતાં બન્ને બાળકીઓ જીવી ગઇ. શરીરથી અનીબ રીતે જોડાયેલી આ બાળકીઓને છુટી પાડો  તો પણ તેમનુ ંજીવન કંઇ વધુ સુખદાયી થઇ શકે એેમ નથી  પચીસ વર્ષની ચેલ્સી અને ૨૪ વર્ષનો જિક તેમના પેરેન્ટ્સ છે અને તેમનો આગ્રહ છે કે દીકરીઓને છુટી ન પાડવામાં આવે. મેડિકલ ભાષામાં આ બાળકીઓ ઓમ્ફેલો-ઇશ્કિઓપેગસ ટ્રવિન્સ છે. એમાં બન્ને બાળકોના શરીરને અલગ રીતે ચલાવવા માટે જરૂરી તમામ વાઇટલ અવયવો અલાયદા હોય અને છતા તેઓ શરીરથી જદડાયેલાં હોય છે. કેલી અને કાર્ટરના કમરથી ઉપરના ભાગના તમામ અવયવો જુદા છે અન ેઅલગ-અલગ રીતે ફંકશન કરે છે. હાર્ટ, ફેફસા, િોવર, જઠર, આંચરડા બધુ જ જુદુ છે. માત્ર તેમના પગને જોડતું હાડકાનું માળખુ જુનું નથીફ પેડુના ભાગ પાસેનું હાડકુ અને પગ જાણે એક જ માણસના હોય એ રીતે વિકસ્યા છે. બન્ને બાળકો પાસે એક-એક પગનો કન્ટ્રોલ છે એટલે તેમના શરીરને છુટુ પાડવામાં આવેે તો બન્ને પોતાના પગે ચાલી શકે એવુ શકય નહીં બને. જયારે આવા જોડિયા બાળકો જન્મે છે તયારે મોટા ભાગે આંતરિક અવયવો પણ એકબીજામાં ભળેલા હોય છે, પરંતુ આ છોકીરીઓના તમામ અવયવો જુદા છે. પેરન્ટ્સ નિક અને ચેલ્સીએ બાળકીઓની કાળજી કરવામાં કંઇ બાકી નથી રાખ્યું. હવેતેઓ બે પગ પર બેલેન્સ રાખીને ઉભા રહેતાં શીખી છે અને ધીમે-ધીમે સહારા સાથે ચાલે પણ છે. જન્મ સમયનો ક્રિટિકલ સમય જીવી ગયા પછી ડોકટરોનું કહેવું હતું કે આ બાળકો કદી ચાલી નહીં શકે, પણ હજી તો બે વર્ષ પણ થયા નથી થયાં અને તેમનું ચાલવાનું શરૂ થઇ ગયું છે

(3:15 pm IST)