દેશ-વિદેશ
News of Tuesday, 23rd October 2018

ઇથોપિયામાં એક દર્દીના પેટમાંથી નીકળી 122 ખીલી, પિન, ટૂથપિક, ગ્લાસના ટુકડા

રાજધાની એડિસ અબાબાની હોસ્પિટલમાં ઓપરેશનકરી બહાર કાઢી

ઈથોપિયામાં ડૉક્ટરોએ એક દર્દીનું ઓપરેશન કરીને તેના પેટમાંથી સોથી વધુ લોખંડની ખીલીઓ કાઢી છે. રાજધાની એડિસ અબાબાની એક હોસ્પિટલમાં ઓપરેશન બાદ ડૉક્ટર પણ ચોંકી ગયા છે.

 સેન્ટ પીટર હોસ્પિટલના સર્જન ડેવિડ ટાયરે ઓપરેશન કર્યુ છે. ડૉક્ટરે જીવનામાં પહેલી વાર આવો કેસ જોયો છે. દર્દીના પેટમાંથી 10 સેમીની 122 ખીલી, ચાર પિન, એક ટૂથપિક અને ગ્લાસના કેટલાક ટુકડા મળ્યા છે.

(12:28 pm IST)