દેશ-વિદેશ
News of Monday, 23rd September 2019

અફઘાનિસ્તાનમાં 22 તાલિબાની આતંકવાદીઓના મોત

નવી દિલ્હી: દક્ષિણ અફઘાનિસ્તાનના હેલમંદ પ્રાંતમાં સુરક્ષા અભિયાન દરમ્યાન ઓછામાં ઓછા 22 તાલિબાની આતંકવાદી મોતને ભેટ્યા છે અફઘાની રક્ષા મંત્રાલય દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે હેલમંદ પ્રાંતમાં મુસા કાલા જિલ્લામાં સુરક્ષા બળો દ્વારા શરૂ કરવામાં આવળે અભિયાનમાં તાલિબાનના 22 વિદેશી આતંકવાદી મોતને ભેટ્યા છે.

          રક્ષા મંત્રાલયે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સુરક્ષા બળોએ 14 આતંકવાદીઓને પણ પોતાની ઝડપમાં લઈને ધરપકડ કરી છે આ અભિયાન દરમ્યાન મોટી માત્રામાં ગોળા અને બારૂદ નષ્ટ કરવામાં આવ્યા હતા.

(8:06 pm IST)