દેશ-વિદેશ
News of Monday, 23rd September 2019

જાપાનમાં વાવાઝોડાના કારણે 30 ગંભીર રીતે ઈજાગ્રસ્ત: 60હજાર ઘરોમાં વીજળી ગૂલ

નવી દિલ્હી: જાપાનમાં ભીષણ વાવાઝોડાના કારણે વિભિન્ન પ્રાંતોમાં ઓછામાં ઓછા 30 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે જયારે 60 હજાર ઘરોમાં વીજળી ચાલી ગઈ છે. સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વાવાઝોડાના કારણે ઓકિનાવા, સાગા,નાગાસાકી, અને મિયાઝાકી પ્રાંત ગંભીર રીતે તેનાથી પ્રભાવિત થયા છે.

         આ વાવાઝોડાની અસર દક્ષિણી અને દક્ષિણપશ્ચિમી વિસ્તાર વધુ અસર થઇ છે  ક્યૂશૂ દ્વીપમાં લગભગ 50 હજાર ઘરોમાં વીજળી પણ ચાલી ગઈ છે જયારે યમાગુચી પ્રાંતના હોંશૂ પ્રાંતમાં નવ હજાર ઘરોમાં વીજળી ગૂલ થઇ હોવાની માહિતી મળી રહી છે. 

(7:55 pm IST)