દેશ-વિદેશ
News of Monday, 23rd September 2019

દુનિયાની સૌથી મોંઘી જેલમાં ૧ કેદી માટે ખર્ચાય છે વર્ષ ૯૩ કરોડ રૂપિયા

લંડન,તા.૨૩:સામાન્ય રીતે જેલની વાત આવે એટલે ઘેટાંબકરાંની જેમ માણસોને એક કોઠડીમાં પૂરેલા હોય એવું દશ્ય નજર સામે તરવરે. જો બહુ જ કડક જેલ હોય તો લાઇનબંધ ગોઠેલી કાળી અંધારી કોટડીઓમાં કેદીઓને રાખવામાં આવ્યા હોય. જોકે કયુબામાં આવેલી એક જેલમાં માત્ર ૪૦ કેદીઓ જ છે અને અહીંના કેદીઓની સુરક્ષા માટે લાખો નહીં, પરંતુ કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. અહીં એક કેદી માટે લગભગ ૪પ સૈનિકો છે. ગ્વાન્ટાનમો બે જેલમાં કુલ ૧૮૦૦ સૈનિકો તહેનાત છે અને અહીં તહેનાત કરેલા સૈનિકો માટે દર વર્ષે ૧૩ મિલ્યન ડોલર એટલે કે પ્રત્યેક કેદી પર લગભગ ૯૩ કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે. આને દુનિયાની સૌથી મોંઘી જેલ માનવામાં આવે છે. અમેરિકન ન્યુઝ પેપર ન્યુ યોર્ક ટાઇમ્સના એક રિપોર્ટમાં ૨૦૧૮માં થયેલા જેલના ખર્ચની માહિતી જાહેર કરવામાં આવી છે. અહીં આટલીબધી સુરક્ષાનું કારણ એ છે કે અહીં ૯/૧૧ હુમલાના માસ્ટરમાઈન્ડ ખાલિદ શેખ મોહમ્મદ સહિત એના જેવા ખૂંખાર કેદીઓ જેલમાં બંધ છે. જેલમાં ત્રણ બિલિંગ છે. બે ખૂફિયા કહેવાય એવી ઓફિસલ છે અને ત્રણ હોસ્પિટલ છે. આ જેલમાં વકીલો માટે પણ અલગ કમ્પાઉન્ડ બનાવાયા છે. અહીં સ્ટાફ અને કેદીઓ માટે ચર્ચ અને થિયેયટરની વ્યવસ્થા પણ છે. ઓછા ખુંખાર કેદીઓ માટે જિમ અને પ્લે-સ્ટેશન પણ છે. આમ તો આ અમેરિકાનો નેવી બેઝ હતો, પરંતુ પાછળથી અહીં આતંકવાદીઓનું ડિટેન્શન સેન્ટર બનાવી દેવામાં આવ્યું હતું. ભૂતપૂવ અમેરિકન રાષ્ટ્રપતિ જયોર્જ ડબલ્યુ બુશે અહીં આતંકવાદીઓને સીધાદોર કરવા માટે ખાસ કમ્પાઉન્ડ બનાવેલું જેને એકસ-રે કેમ્પ નામ આપવામાં આવેલું.

(3:39 pm IST)