દેશ-વિદેશ
News of Monday, 23rd September 2019

૬૬ દિવસની ૩ કિલો વજન ધરાવતી એશિયાની સૌથી ટચુકડી દરદી પર થયું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ

ચીનના હુબેઈ પ્રાંતના વુહાન શહેરમાં યુનિયન હોસ્પિટલમાં રુઈરુઈ નામની એક ટચૂકડી બાળકી પર અનોખી સર્જરી થઈ. હજી તો ત્રણ મહિના પહેલાં આ ધરતી પર અવતરેલી બાળકીનો જીવ બચાવવા માટે તેને હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે એમ હતું. આટલું નાનું બાળક હોય ત્યારે તેના હૃદયની સાઇઝ સાથે મેચ થાય એવું ઓર્ગન મેળવવું એ લગભગ અસંભવ જણાતું હતું, પરંતુ નસીબજોગે ગ્વાંગઝુ શહેરમાં રહેતા ચાર વર્ષના ટોન્ગ ટૌન્ગ નામના બ્રેઇનડેડ બાળકનું હૃદય મળતાં રુઈરુઈને નવજીવન મળ્યું હતું. ટોન્ગ ટોન્ગ ઊંચી બિલિંગ પરથી પડી જવાને કારણે બ્રેઇનડેડ થઈ ગયો હતો. ડોકટરોએ તેના પેરન્ટ્સને બાળકના અંગો ડોનેટ કરીને બીજાં બાળકોનો જીવ , બચાવવા માટે કવીન્સ કર્યા હતા અને તેઓ તેયાર થઈ જતાં રૂઈરૂઈને હાર્ટ મળ્યું હતું. ડોનર દરદી ચાર વર્ષનો હતો અને રૂઈરૂઈ જસ્ટ ત્રણ મહિનાની. એને કારણે ડોનરની મહાધમની વધુ પહોળી હતી એલલે ટ્રાન્સપ્લાન્ટ દરમ્યાન ડોકટરો માટે વધુ પડકારો હતા. ડાઙ્ખન્ગ નિયાંગુઓ , નામના ડોકટરના નેતૃત્વમાં થથેલી આ સર્જરી એશિયાની સૌથી ટચૂકડી દરદી પરનું હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટ ગણાય છે. જે દિવસે બાળકી પર છાર્ટ-ટ્રાન્સપ્લાન્ટ થયું એ વખતે તે જસ્ટ ૬૬ દિવસની હતી અને તેનું વજન લગભગ ત્રણ કિલો જેટલું હતું. હજી ત્રણેક મહિના સુધી રૂઈરૂઈને આઇસીયુમાં રહેવું પડશે જેથી કોઈ પણ પ્રકારના ઇન્ફેકશનથી તેને બચાવી શકાય. ૨૦૧૪માં ૧૧૩ દિવસના બાળકનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયેલું અને એ વખતે બાળદરદીનું વજન ૪.૨૪ કિલો હતું.

(3:39 pm IST)