દેશ-વિદેશ
News of Friday, 23rd August 2019

કિડનીમાં પથરી હોવાનું દર્દ માન્યુ અને હોસ્પિટલે ગયા તો ત્રેલડાનો જન્મ થયો

અમેરિકાના સાઉથ ડકોટામાં એક એવો મામલો સામે આવ્યો છે કે જેને સાંભળીને તમારા હોશ ઉડી જશે, જેમાં એક મહિલા ૩૪ અઠવાડિયાથી ગર્ભવતિ હતી. પરંતુ તેને આ વિશે કંઈજ ખબર નહોતી. મહિલાને એવું અનુમાન હતું કે તેની કિડનીમાં સ્ટોન છે.અને તેના કારણે તેને દર્દ થઈ રહ્યો છે.તેની સારવાર અર્થે ડોકટર પાસે પહોંચી હતી તો તેણે ત્રણ બાળકોને જન્મ આપ્યો. ત્યાર પછી તે મહિલાએ જે વાત કરી તે વાતને લઈને ડોકટરથી તેના ઘરવાળા બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા.મહિલાએ આ ત્રણ બાળકોનાં નામ બ્લેજ, જિપ્સી અને નિક્કી રાખ્યું છે.આ ઘટના ૧૦ ઓગસ્ટની છે.

પહેલા ડોકટરોએ જણાવ્યું કે જુડવા છે પછી જણાવ્યું કે ૩ બાળકો છે. ગિલ્ટ્ઝે કહ્યું કે હું વિચારી રહી હતી કે યુરીન ટેસ્ટ કરાવ્યા પછી કામ પર જતી રહીશ. પરંતુ ડોકટોરએ મને જણાવ્યું કે મારા પેટમાં ત્રણ બાળકો ઉછરી રહ્યા છે.મને વિશ્વાસ નહોતો આવી રહ્યો અને ડોકટરોએ કહ્યું કે આ ત્રણ બાળકો નહી પરંતુ જુડવા છે.

ત્યાર પછી ફરીથી ડોકટરોએ જણાવ્યું કે ત્રણ બાળકો છે.તો પછી મે વિશ્વાસ કરી લીધો અને બાળકોનાં નામ માટે વિચારવા લાગી હતી. અને ત્યાર પછી થોડાક સમય પછી મે ત્રણ બાળકોને આપ્યો જન્મ આપ્યો હતો.

(1:31 pm IST)