દેશ-વિદેશ
News of Friday, 23rd July 2021

કોરોનાના ડેલ્ટા વેરિએંટ સામે સિંગલ ડોઝ પૂરતો ન હોવાની માહિતી

નવી દિલ્હી: ચીફ મેડિકલ ઓફિસર ફોર ઇંગ્લેન્ડ ક્રિસ વિટ્ટીએ જણાવ્યું હતું કે દેશમાં કોરોનાના નવા 98 કેસો ડેલ્ટા વેરિઅન્ટના હોવાથી તે હવે ચિંતાનું કારણ રહ્યો નથી. તે હવે સામાન્ય કોરોના વેરિએન્ટ બની રહ્યો છે.

આ વાઇરસ 90 દેશોમાં પ્રસરેલો છે અને તે આલ્ફા વેરિએન્ટ કરતાં 50 ટકા વધારે ચેપી છે. ડેલ્ટા વેરિઅન્ટના નવા કેસો સતત વધી રહ્યા છે ત્યારે તેની સામે કોરોનાની રસીઓ કેટલી અસરકારક છે તે સમજવું પણ મહત્વનું છે. ફ્રાન્સની પેશ્ચર ઇન્સ્ટિટયુટ દ્વારા કરવામાં આવેલા અભ્યાસ અનુસાર ડેલ્ટા વેરિઅન્ટ પર કોરોનાની રસીઆની પ્રમાણમાં ઓછી અસર થાય છે.

સંશોધકોએ વિવિધ પ્રકારના વાઇરસ વેરિઅન્ટ પર મોનોક્લોનલ એન્ડીબોડીઝની શી અસર થાય છે તેની તપાસ કરી હતી. તેમને જણાયું હતું કે તમામ ચાર મોનોક્લોનલ્સ આલ્ફા વેરિઅન્ટ સામે અક્સીર છે. ડેલ્ટા વેરિઅન્ટ પર ચારમાંથી ત્રણ જ મોનોકલોનલ અસરકારક નીવડયા હતા. જ્યારે બિટા વેરિઅન્ટ સામે બે જ મોનો ક્લોનલ અસરકારક જણાાયા હતા.

જો કે જેમને અગાઉ ચેપ ન લાગ્યો હોય તેમના કિસ્સામાં કોરોનાની રસીનો સિંગલ ડોઝ ડેલ્ટા વેરિઅન્ટ સામે એટલો બધો અસરકારક જણાયો નહોતો. ફ્રાન્સમાં પણ રસીકરણના દસ સપ્તાહ બાદ ડેલ્ટા વેરિઅન્ટ સામે એન્ટીબોડીઝનું પ્રમાણ પૂરતું નહોતું. જો કે આ બાબત દર્શાવે છે કે આપણી કોરોના રસીઓ હજી વિવિધ વેરિઅન્ટ સામે અસરકારકતા ધરાવે છે.

(4:43 pm IST)