દેશ-વિદેશ
News of Saturday, 23rd May 2020

અમેરિકાની આ મહિલાએ એક સાથે આપ્યો ચાર દીકરાઓને જન્મ

નવી દિલ્હી: અમેરિકામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા સૌથી વધારે છે. દેશમાં આ કપરા ટાઈમમાં ટેક્સાસ રાજ્યમાં ડલાસ શહેરની ગર્ભવતી મહિલાએ માર્ચ મહિનામાં 4 દીકરાઓને જન્મ આપ્યો હતો. આ બાળકોના વજન ઓછા હોવાને લીધે તેમને બે મહિના સુધી હોસ્પિટલમાં સ્પેશિયલ કેર નર્સરીમાં રાખવામાં આવ્યા હતા. ત્રણ મિનિટમાં ચાર બેબી બોયનો જન્મ થયો. હાલ ચારેય બાળકો એકદમ સ્વસ્થ છે. 4 સંતાન અને તેમના માતા-પિતા ઘણા દિવસો પછી ઘરે પરત આવ્યા છે. ચાર દીકરાઓનો એક સાથે જન્મ 1.50 કરોડ કેસમાં એક વખત જોવા મળે છે.

35 વર્ષીય જેનીએ કહ્યું કે, મારા ચાર દીકરાઓને ઓળખવા મુશ્કેલ થઇ ગયા છે. બધા એકસરખા જ લાગે છે. અમે ફોટોશૂટ કરીને અમારા પરિવારને ફોટોઝ મોકલ્યા. તેઓ પણ ઓળખી શક્ય નથી. હોસ્પિટલમાં 10 અઠવાડિયાં રહ્યા બાદ બધા એકદમ સ્વસ્થ છે. તેમના નામ હેરીસન. હાર્ડી, હેન્રી અને હ્યુડસન રાખ્યા છે. કોરોના ટાઈમમાં મારા દીકરાઓનું ધ્યાન રાખનારા હોસ્પિટલ સ્ટાફની હું આખી જિંદગી આભારી રહીશ.

(6:17 pm IST)