દેશ-વિદેશ
News of Saturday, 23rd May 2020

આતો ગઝબ થઇ ગયું:ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રીની અનોખો જાહેરાત:અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા કરી આ ઓફર

નવી દિલ્હી: દુનિયાના મોટાભાગના દેશોમાં લૉકડાઉન ચાલી રહ્યું છે. જેના કારણે વિશ્વભરના દેશોની અર્થ વ્યવસ્થાને મોટો ફટકો પડ્યો છે. એવામાં ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિન્ડા આર્ડને ફેસબુક લાઈવ વીડિયોમાં લોકોને અર્થ વ્યવસ્થાને પાટા ઉપર લાવવા માટે ઘરેલુ પર્યટનને પ્રોત્સાહિત કરવા પર ભાર મૂકવાનું સૂચન કર્યું છે. આ માટે લોકોને રજા આપવી જોઈએ.

આર્ડને વધુમાં જણાવ્યું કે, આપણે સૌએ COVID-19માંથી ઘણું બધુ શીખ્યા છીએ. ઘરેથી કામ કરવાની આદત આપણા જીવનમાં પરિવર્તન લાવવાનું કામ કર્યું છે. મેં અનેક લોકોને આવી સલાહ આપતા સાંભળ્યા છે કે, 4 દિવસ જ કામ કરવા માટેના નક્કી હોવા જોઈએ. આ કંપની અને તેના કર્મચારીઓની વચ્ચેની વાત છે, પરંતુ હું કહીશ કે, જો કોઈ કંપની આવું કરી શકે છે, તો તેના પર વિચાર કરવામાં આવી શકે છે.

(6:16 pm IST)