દેશ-વિદેશ
News of Saturday, 23rd May 2020

બ્રાઝિલમાં કોરોનાનો કહેર:સૌથી વધુ કેસ ધરાવવામાં વિશ્વમાં બીજા નંબરે આવ્યું

નવી દિલ્હી: વૈશ્વિક કોરોના મહામારી દુનિયાભરના દેશોમાં તેની ચરમસીમા પર પહોંચી ગઇ છે. ઘણા દેશો કોરોના સંક્રમણને ફેલાવાને રોકવામાં અસમર્થ સાબિત થઇ રહ્યા છે. એવામાં બ્રાઝિલમાં કોરોના સંક્રમણના કેસોમાં ભારે ઉછાળો નોંધાયો છે, અહીં કુલ 3,30,890 કેસો સામે આવ્યા છે. જેના લીધે તે વિશ્વનો બીજો સૌથી વધારે કેસ ધરાવતો દેશ બની ગયો છે.

કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત દેશ અમેરિકા છે. જે પછી રશિયા હતું, પરંતુ બ્રાઝિલમાં વધી રહેલા કોરોના સંક્રમણનું પ્રમાણ એટલુ વધારે છે કે ત્યાં કોરોના સંક્રમણના કેસો સતત વધી રહ્યા છે. જોન્સ હોપકિન્સ યૂનિવર્સિટી મુજબ દુનિયામાં કોરોના સંક્રમણના વધુ કેસો ધરાવતો બ્રાઝિલ હવે બીજો દેશ છે.

(6:14 pm IST)