દેશ-વિદેશ
News of Thursday, 23rd May 2019

16 સેકેન્ડમાં 21 માળની બિલ્ડીંગ ધરાશાયી થઇ: વિડીયો વાયરલ

નવી દિલ્હી: અમેરિકાના પૅસીલવેનિયામાં એક 21 માળની માર્ટિન ટાવર નામની બિલ્ડીંગ માત્ર 16 સેકેન્ડમાં ધરાશાયી થઇ ગઈ હતી આ ટાવરને ક્યારે બેથલહેમ સ્ટીલનું હેડક્વાટર કહેવામાં આવતું હતું પરંતુ હવે આ બિલ્ડિંગને ખાલી કરાવીને તેમાં ડાયનામાઈટ લગાવીને ખતમ કરી દેવામાં આવ્યું છે આ એતિહાસિક બિલ્ડીંગ લગભગ 1 કરોડ 60લાખ કિલોગ્રામ સ્ટીલથી બનાવવામાં આવી હતી જેને ધ્વસ્ત કરી દેવામાં આવી હોવાની માહિતી મળી રહી છે આ ઘટનાનો વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

(5:37 pm IST)