દેશ-વિદેશ
News of Thursday, 23rd May 2019

ઇટલીમાં પર્યટકની બસ દુર્ઘટનાગ્રસ્ત થતા એકનું મોત: 37ને ઇજા

નવી દિલ્હી: ઇટલીના ટસ્કની પ્રાંતમાં એક રાજમાર્ગ પર પર્યટકની બસ પલ્ટી જવાના કારણે એક મહિલાની મોત નીપજી છે તેમજ અન્ય 37 લોકોને ઇજા પહોંચી છે મળેલ માહિતી મુજબ વધુમાં જાણવામાં આવી રહ્યું છે કે મધ્ય ટસ્કનીના મોટેરીગિયોની શહેર નજીક બુધવારના રોજ સવારે આ બસ દુર્ઘટનાનો શિકાર બની હતી તેમાં એક 40 વર્ષીય મહિલા ટુર ગાઈડનું મૃત્યુ થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. ઘાયલ લોકોમાં 19 રશિયન નાગરિકનો સમાવેશ થઇ રહ્યો છે.

(5:36 pm IST)