દેશ-વિદેશ
News of Thursday, 23rd May 2019

અફઘાનિસ્તાનમાં સાત આતંકવાદીને ઠાર: ત્રણને ઇજા

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના ઉતરી પ્રાંત તખરના ખ્વાજા ગર જિલ્લામાં તાલિબાની આતંકવાદીઓએ આજ રોજ સવારે પોલીસ સ્ટેશન પર હુમલો કરી દીધો હતો અને પોલીસ કર્મીઓએ જવાબી કાર્યવાહીમાં સાત આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારી દીધા છે અને ત્રણને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:34 pm IST)