દેશ-વિદેશ
News of Monday, 23rd April 2018

મૈક્સિકોમાં છેલ્લા ત્રણ મહિનામાં હિંસક અપરાધોમાં 7667 લોકોની હત્યા

નવી દિલ્હી: મેક્સિકોમાં હત્યાઓના મામલે ખુબજ વધારો થઇ રહ્યો છે વર્ષ 2018ના પ્રથમ ત્રણ મહિનામાં હિંસક અપરાધોમાં 7667 લોકોની હત્યા થઇ હોવાની જાણવા મળી રહ્યું છે જે ગયા વર્ષની તુલનામાં 20 ટકા વધારે છે સરકારી આંકડાઓમાં આ જાણકારી પ્રાપ્ત થઇ રહી છે મેક્સિકો સુરક્ષા સેવા મુજબ 2017માં 6406 લોકોની હિંસક ઘટનાઓમાં  હત્યા કરવામાં આવી હતી પરંતુ ગઈ કાલે મળેલ માહિતી મુજબ ખતરનાક મહિનો આ માર્ચ રહ્યો છે જેમાં 2729 લોકોની હત્યા કરવામાં આવી છે.

(6:13 pm IST)