દેશ-વિદેશ
News of Sunday, 22nd April 2018

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો થતા શાકભાજી મોંઘાદાટ

ઉનાળામાં વધારે વપરાતા લીબું નંગમાં લેવા પડે તેવા ભાવ

અમદાવાદ :પેટ્રોલ-ડિઝલ અસહ્ય ભાવ વધારો થયો છે, જેની અસર સામાન્ય વ્યક્તિઓને પણ પડી રહી છે.ત્યારે શાકભાજી મોંઘાદાટ બનતા ગૃહણીઓના બજેટ ખોરવાયા છે રોજબરોજના ભાવો કરતા 15 થી 20 ટકા ભાવમાં વધારો જોવા મળ્યો છે. અને લીંબુ કે જે ઉનાળામાં વધારે વપરાશમાં લેવામાં આવે છે, તેનો ભાવ આસમાને પહોંચી ચુક્યો છે હાલમાં 120 રૂપિયે કિલો લીંબુ મળી રહ્યા છે, કોઈ અઢીસો, પાંચસો ગ્રામ લેવાનું વિચારી શકે નહી, તેની જગ્યાએ નંગમાં લીંબુ લેવા પડે તેવી દશા થઈ રહી છે.

શાકભાજીના ભાવ : 
ગવાર - ૫૫ થી ૭૫ રૂપિયે કિલો, ટિંડોળા - ૬૦ થી ૮૦ રૂપિયે કિલો, પરવર - ૬૦ થી ૭૫ રૂપિયે કિલો, ટામેટા -૨૫ થી ૩૫ રૂપિયે કિલો, મરચા- ૪૦ થી ૫૦ રૂપિયે કિલો, લીંબુ -૯૫ થી ૧૧૦ રૂપિયે કિલો, કોબીઝ - ૨૦ થી ૩૦ રૂપિયે કિલો, ફુલાવર - ૨૫ થી ૩૫ રૂપિયે કિલો, ભીંડા - ૪૫ થી ૫૫ રૂપિયે કિલો, દૂધી -૧૫ થી ૨૦ રૂપિયે કિલો, ચોળી -૫૦ થી ૬૦ રૂપિયે કિલો, વટાણા -૫પ થી ૬૦ રૂપિયે કિલો, તુવેર - ૫૦ થી ૫૫ રૂપિયે કિલો

 

(1:08 am IST)