દેશ-વિદેશ
News of Thursday, 23rd March 2023

અમેરિકામાં ટુરિસ્ટ કે બિઝનેસ વિઝા પર જનાર લોકોને મળશે નોકરીની છૂટ

નવી દિલ્હી: અમેરિકામાં ટૂરિસ્ટ વિઝા અથવા બિઝનેસ વિઝા લઈને ગયેલા પ્રવાસીઓને નોકરી કરવાની અને ઇન્ટરવ્યુમાં સામેલ થવાની છૂટ મળી છે. ફેડરલ એજન્સીએ કહ્યું છે કે વ્યક્તિગત રીતે મુસાફરી કરતા લોકો નોકરી માટે અરજી કરી શકશે. જો કે નોકરી કરતા પહેલા તેઓએ તેમનો વિઝા સ્ટેટસ બદલવું પડશે. જો તેઓ વિઝા સ્ટેટસ નહીં બદલે તો તેઓ તેમની નોકરી ગુમાવી શકે છે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ એજન્સીએ તેના ટ્વિટમાં કહ્યું કે ઘણા લોકોએ પૂછ્યું કે શું તેઓ B1 અને B2 વિઝા સ્ટેટસ પર નોકરી શોધી શકે છે, જેનો જવાબ હા છે. આ વિઝા પર નવી નોકરીની શોધ અને ઇન્ટરવ્યુ એક્ટિવિટીમાં સામેલ થવાની પરવાનગી આપવામાં આવશે. USIS એ કહ્યું કે જ્યારે નોન-માઇગ્રન્ટ્સને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે ત્યારે મોટાભાગના લોકો બીજા વિકલ્પો વિશે જાણતા નથી. તેમની પાસે 60 દિવસમાં દેશ છોડવા સિવાય કોઈ વિકલ્પ રહેતું નથી. આવી સ્થિતિમાં તેઓ ટૂરિસ્ટ વિઝા પર નોકરી શોધી શકે છે. નોન-માઇગ્રન્ટ્સ માટે આ મોટી રાહત છે.

 

(7:04 pm IST)